આ ઉપાય ક્યારેય નથી જતા નિષ્ફળ અજમાવી જુઓ, ધનવાન બનવાના તમામ રસ્તાઓ ખુલી જશે

DHARMIK

આજના સમયમાં ધનની આવશ્યકતા દરેક વ્યક્તિને રહે છે. ધન વિના પરીવારને સુખ-સગવડ ભરેલું જીવન આપવું શક્ય નથી. આર્થિક સ્થિતિ નબળી હોય તો પણ જીવન જીવી તો શકાય છે પરંતુ તે અભાવ ભરેલું રહે છે. આજે જાણી લો લક્ષ્મી પ્રાપ્તિના કેટલાક અચુક ઉપાયો વિશે.

ધનની ખામી ન રહે તેવી ઈચ્છા હોય તો નિયમિત રીતે ઘરમાં શ્રીસૂક્તનો પાઠ કરવો. લક્ષ્મીજીનો ઘરમાં સ્થાયી વાસ થશે. સાંજના સમયે તુલસી ક્યારે દીપ પ્રગટાવો. અઠવાડિયામાં બે વખત પોતાં કરવાના પાણીમાં લીંબૂનો રસ નાંખી પોતા કરવા. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને ધનની આવક શરૂ થશે.

ગુરુવારે પીપળાના ઝાડમાં સાદું પાણી ચડાવી અને ઘીનો દીવો કરવો અને શનિવારે ગોળ અને દૂધવાળું પાણી પીપળામાં ચડાવવુ અને તલના તેલનો દીવો કરવો. આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી લાભ થવા લાગશે. લવીંગને લીલા કપડાની પોટલીમાં બાંધીને ઘરના દરવાજા પાછળ બાંધો આનાથી લક્ષ્મીજીનો વાસ થશે.

દરેક પૂનમ પર છાણા પ્રગટાવી ઈષ્ટદેવને ખીરની આહૂતિ આપવી. શરદ પૂર્ણિમાએ ખાસ માતા લક્ષ્મીજીની પૂજા કરવી. મહિનાના કોઈપણ બે દિવસે ઘરમાં લોબાનનો ધૂપ કરવો, આમ કરવાથી ઘરમાંથી માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.

દરેક અમાસ પર ઘરની સારી રીતે સફાઈ કરવી અને વધારાની વસ્તુઓને ઘરમાંથી દૂર કરી મંદિરમાં ઘીનો દીવો કરવો. ઘરમાં ક્યારેય ભંગાર ન રાખવો. તૂટેલો કાચ ન રાખવો. એકી સંખ્યામાં ગોરણીઓને જમાડો ખાસ તેમને ખીર અને પુરીઓનો પ્રસાદ ખવડાવો.

Leave a Reply

Your email address will not be published.