આ શખ્સનો 30 વર્ષ સુધી બેડો પાર, કોઈ પ્રકારનું કામ કર્યા વગર મળશે દર મહિને 8 લાખ

WORLD

એક વ્યક્તિને અનોખી લોટરી હાથ લાગી. તેણે હવે દર મહીને કામ કર્યા વગર 8 લાખથી વધું રૂપિયા મળશે. યુવકને 30 વર્ષ સુધી લાભ મળશે. આ પ્રકારની લોટરી જીતનાર આ પહેલો વ્યક્તિ છે.

બ્રિટેનમાં સરકારથી લાઈસંસ પ્રાપ્ત નેશનલ લોટરી તરફથી તાજેતરમાં નવી સ્કિમ શરૂ કરવામાં આવી હતી. તેનું નામ આપવામાં આવ્યું હતુ – લોટરી સેટ ફોર લાઈફ. અમેઝનમાં કામ કરવાવાળો વ્યક્તિ ડીન વીમેસને આ સ્કિમ હેઠળ લોટરી લાગી.

ડીનને દર મહીને 8.6 લાખ રૂપિયા મળશે. લોટરી જીત્યા બાદ તે પોતાના ઘણા પ્લાન શેર કર્યા છે અને રજાઓ પર જવાની વાત કરી છે. તે લોટરીના પૈસાથી ઓટિસ્ટિકથી પીડિત ભાઈની મદદ કરશે.

30 જુલાઈએ ડીને લોટરી જીતવાની જાણ થઈ હતી. આ દરમિયાન તે ઓફિસ પહોંચીને કામ કરી રહ્યાં હતા અને તેને જાણ જ નતી કે એક દિવસ પહેલા તેના નામની લોટરી લાગી છે.

બ્રિટેનના પીટરબોરોધના રહેવાસી ડીને આયરલેન્ડમાં વીડિયો અને ફિલ્મનું ભણતર કર્યું છે. હજુ સુધી તે અમેઝન સાથે કામ કરી રહ્યાં હતા, પરંતુ તેનું કહેવુ છે હાલથી તે વધારે ક્રિએટિવ કામ કરશે.

ડીનનું માનવુ છે કે હવે તે નાણાકિય રૂપથી સ્થિર થઈ ગયો છે. પોતાના સપનાને પૂરા કરી શકે છે. તે સ્કાઈ ડાઈવ અને બેલૂન રાઈડિંગ માટે જાવાની યોજના બનાવી રહ્યો છે.

યૂનિવર્સિટીમાં ભણતર કરવા દરમિયાન તેણે ડોક્યૂમેન્ટ્રી પણ બનાવી હતી. તે કહે છે કે ડોક્યૂમેન્ટ્રી વાયરલ થઈ ગઈ છે. નોકરી છોડીને હવે તે સ્ક્રિન રાઈટર તરીકે કામ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *