આ રીતે બનાવો તુલસીનો ઉકાળો, શરદી-ઉધરસ દૂર કરી વધશે રોગ પ્રતિકારક શક્તિ

helth tips

બદલાતું હવામાન તેની સાથે વિવિધ રોગો પણ લાવે છે. આ ઋતુમાં શરદી અને ફ્લૂ થવો સામાન્ય છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાઓથી બચવા માટે, વ્યક્તિને તેની રોગ પ્રચિકારક શક્તિ મજબૂત રાખવાની સલાહ આપવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનારા આવા જ એક પીણાનું નામ છે તુલસીનો ઉકાળો. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે જે ઘણી વખત બદલાતી ઋતુમાં થાય છે.

તુલસીમાં રહેલા વિટામિન-સી અને જિંક ફાયદાકારક છે. તેમાં એન્ટિવાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણધર્મો છે જે વ્યક્તિને ચેપ ઓછો કરવા માટે મદદ કરે છે. તુલસીનો ઉકાળો એવા લોકો માટે ખૂબ જ સારું પીણું બની શકે છે જેમને શ્વસન સંબંધી તકલીફ હોય અથવા જેમને વારંવાર શરદી અને ઉધરસ હોય. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય તુલસીનો ઉકાળો…

સામગ્રી

4-5 પાન- તુલસીના પાન
1/2 ચમચી – તજનો પાવડર
1/4 ચમચી – કાળામરી પાવડર
1 ટૂકડો – આદુ
3-4 નંગ – કિશમિશ
2 ગ્લાસ – પાણી

બનાવવાની રીત

તુલસીનો ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં બે ગ્લાસ પાણી ઉમેરીને ગેસ પર રાખી લો. પછી પેનમાં દરેક વસ્તુને મિક્સ કરી લો. તે બાદ 15 મિનિટ સુધી ઉકળવા દો અને પછી ગેસની આંચ બંધ કરી લો. હવે આ મિશ્રણને ગાળી લો અને તેને પીઓ. તમે ઇચ્છો તો તેમા આ ઉકાળામાં લીંબુનો રસ અને ગોળ પણ ઉમેરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *