એક સમય એવો હતો જ્યારે ફ્લર્ટ કરવાનું આવે એટલે આપણને એવું જ થાય કે માત્ર યુવકો જ કરી શકે છે પણ હવે સમય બદલાઈ ચુક્યો છે. આજકાલ મોર્ડન યુગમાં યુવતીઓ ઘરથી બહાર નીકળતી થઈ છે. પોતાની કેરિયર અને સંબંધોમાં પોતાના નિર્ણયો કરતી થઈ છે. હવે તો કેટલાક કિસ્સાઓમાં યુવતીઓ યુવકોને પણ શરમાવે અને પાછળ રાખી દેતી થઈ ગઈ છે.
તુલા રાશિ
આ રાશિની યુવતીઓ પોતાના પરફેક્ટ અંદાજના કારણે સૌનું મન મોહી લેતી હોય છે. તેમની અદા સ્ટાઈલ સૌથી અલગ અને હટકે હોય છે. તેઓ આત્મવિશ્વાસથી છલોછલ હોય છે. તેમને યુવકો ખુબજ પસંદ કરે છે. આથી તેમનો ફ્લર્ટ કરવાનો અંદાજ પણ અનોખો હોય છે. તે જેમને પસંદ કરે છે તેમની સાથે હસતા હસતા પોતાનું આકર્ષણ જમાવી જાય છે.
મિથુન રાશિ
આ રાશિની યુવતીઓ દેખાવમાં ખુબજ આકર્ષક હોય છે. આ વાત તે પણ સારી રીતે જાણતી હોય છે. જ્યાં સુધી તેને રસ હોય ત્યાં સુધી જ તે ફ્લર્ટ કરે છે અને થોડા સમયમાં તેનાથી તેનું મન ભરાઈ જાય પછી તેમનાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. આમ માત્ર થોડા સમય પુરતુ જ ફ્લર્ટ કરવામાં તેમને વધુ મજા આવે છે.
કર્ક રાશિ
આ રાશિની યુવતીઓને જાણે કે ફ્લર્ટ કરવાનું વરદાન મળેલું હોય છે. સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યુ છે તે ખુબજ આસાનીથી જાણી લે છે. ફ્લર્ટ કરવાથી તેને મજા આવે છે. તેનો પાર્ટનર પણ તેની આ કળાનો દિવાનો થઈ જાય છે.
મીન રાશિ
આ રાશિની યુવતીઓ ખુબજ ભાવુક હોય છે. કોઈને પણ તે પસંદ આવી જાય તેવું ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. થોડા સમયમાં સામેના વ્યક્તિના મનમાં વસી જવાની તેની આદત હોય છે.