આ રહસ્યમય ગુફાઓ સાથે છે મહાભારતનું સિધુ કનેક્શન, ભારતના આ ગામમાં આવેલી છે આ ગુફા, જાણો…

nation

ભારતમાં એવી ઘણી ગુફાઓ અને પ્રાચીન સમયની જગ્યાઓ છે કે જ્યાં કેટલાક ખાસ રહસ્યો છુપાયેલા છે. ત્યારે આજે જેની વાત કરવી છે એ મહાભારતના સમય સાથે જોડાયેલી એક ગુફા વિશે કરવાની છે. જ્યાં એક ખૂબ જ રહસ્ય છુપાયેલું છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે આ રહસ્ય વિશે કોઈ જાણતું નથી અને એવું માનવામાં આવે છે કે કોઈ પણ માણસ તે રહસ્ય વિશે જો ઈચ્છે તો પણ જાણી ન શકે.

આ રહસ્યમય ગુફા ઉત્તરાખંડના માણા ગામની છે. ઉલ્લેખનીય છે કે માણા ગામને ‘ભારતનું છેલ્લું ગામ’ અથવા ઉત્તરાખંડનું છેલ્લું ગામ કહેવામાં આવે છે.

રહસ્યોથી ભરેલી આ ગુફાને વ્યાસ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. જો કે તે એક નાનકડી ગુફા છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા મહર્ષિ વેદ વ્યાસ આ ગુફામાં રહેતા હતા અને વેદો અને પુરાણોનું સંકલન કર્યું હતું.

એવું પણ માનવામાં આવે છે કે આ ગુફામાં, વેદ વ્યાસે ભગવાન ગણેશની સહાયથી મહાભારતની રચના કરી હતી.

વેદ વ્યાસ ગુફા તેના વિશિષ્ટ છત સાથે દેશભરમાં પણ પ્રખ્યાત છે. આ છત જોતાં એવું લાગે છે કે જાણે ઘણા પાના એકથી બીજાની ઉપર મુકાયા હોય. આ છત વિશે એક રહસ્યમય કલ્પના છે. એવું કહેવામાં આવે છે કે આ મહાભારતની કથાનો ભાગ છે અને જેના વિશે મહર્ષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશ સિવાય કોઈ જાણતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *