આ લોકોએ ભૂલથી પણ ન કરવું બટાકાનું સેવન, વધશે સમસ્યા

kitchen tips

બટાકા એક એવું શાક છે જે ખાસ કરીને અનેક લોકોને પસંદ આવે છે અને સાથે જ આપણે ત્યાં તેમાંથી અનેક વાનગીઓ બને છે. ખાસ કરીને બટાકાને અનેક શાકમાં મિક્સ કરાય છે. તે સ્વાદમાં ખાસ હોય છે અને હેલ્થ માટે પણ ફાયદારૂપ રહે છે. તેમાં અનેક પોષક તત્વો વિટામિન એ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને આયર્ન પૂરતા પ્રમાણમાં હોય છે. તેની સાથે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ગ્લૂકોઝ અને એમીનો એસિડ પણ મળે છે. આયુર્વેદ કહે છે કે તેમાં અનેક ઔષધિય ગુણો હોય છે જે અનેક સમસ્યાને દૂર કરે છે. કેટલીક સમસ્યામાં બટાકા ખાવાનું નુકસાનદાયી માનવામાં આવે છે. તો જાણો કઈ કઈ સમસ્યાઓમાં બટાકાનું સેવન ન કરવું.

એસિડિટી
બટાકાનું સેવન એસિડિટીમાં નુકસાનદાયી માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે બટાકાનું સેવન કરો છો તો તેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આ સિવાય બટાકાનં સેવન કરવાથી ગેસ બનવાની સમસ્યા વધી શકે છે. બટાકાનું વધારે સેવન કેટલાક લોકોને બ્લોટિંગની સમસ્યા જન્માવે છે. જેના કારણે ડોક્ટર પણ એસિડિટીમાં બટાકા ખાવાની મનાઈ કરે છે.

શુગર
જે દર્દીઓ ડાયાબિટીસના પેશન્ટ છે તેઓએ બટાકાનું સેવન ટાળવું. જે લોકો ટાઈપ 2 ડાયાબિટીસ કે હાઈ બીપીથી પીડિત હોય છે તેઓએ બટાકાનું સેવન ટાળવું. બટાકા ગ્લાઈસેમિક ઈન્ડેક્સમાં હાઈ હોય છે. તેના સેવનથી શરીરમાં બ્લડ શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધારે રહે છે.

બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશરના દર્દીઓએ બટાકાનુ સેવન સંતુલિત રીતે કરવું. વધારે બટાકા ખાવાથી તેના બ્લડ પ્રેશર હાઈ થવાની શક્યતા રહે છે. તો બટાકાનું યોગ્ય પ્રમાણમાં સેવન કરો.

સ્થૂળતા
જે લોકોનું વજન જલ્દી વધે છે તેઓએ બટાકાનું જરાય સેવન કરવું નહીં. સ્થૂળતાનું સેવન કરવામાં બટાકા નુકસાનદાયી હોઈ શકે છે. તેમાં મોટા પ્રમાણમાં કાર્બ્સ હોય છે. તેના કારણે વજન ઝડપથી વધે છે તો તમે સ્થૂળતા ઓછી કરવી છે તો બટાકાનું સેવન ઓછું કરવું.

ગઠિયા
આર્થરાઈટિસ અને ગઠિયાના દર્દીએ બટાકાનું સીમિત પ્રમાણમાં સેવન કરવું. તમે તેના દર્દી છો તો ઓછા તેલમાં બનેલા અને છોતરા સહિતના બટાકા ખાવા. બટાકા ગઠિયા રોગને વધારો આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published.