આ 13 હોરર ફિલ્મો જોઈ બતાવનારને કંપની આપે છે રૂ.1 લાખનું ઈનામ

BOLLYWOOD

લોકો ઘણીવાર તેમની મનપસંદ ફિલ્મ જોવા માટે કિંમત ચૂકવે છે, પરંતુ જો તમને ફિલ્મ જોવા માટે પૈસા ચૂકવવામાં આવે તો ? હા જો તમને હોરર ફિલ્મો જોવાનો શોખ હોય તો તમારી પાસે ધનવાન બનવાની તક છે. એટલે કે હોરર ફિલ્મ જોવાને બદલે તમને પૈસા મળશે.

ફક્ત તમારે જીગર અને હિંમત જોરદાવ હોવી જોઈએ. એક કંપનીની 13 ખતરનાક હોરર ફિલ્મો જોઈને તમે 1300 ડોલર એટલે કે લગભગ 1 લાખ રૂપિયા જીતી શકો છો. ફિલ્મ જોતી વખતે કંપની તે વ્યક્તિના હૃદયના ધબકારાની તપાસ કરશે અને તેના માટે પૈસા આપશ.

વેબસાઇટ ફાઇનાન્સબઝ દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે તેઓએ અલગ અલગ બજેટની 13 હોરર ફિલ્મોની યાદી બનાવી છે. જેના દ્વારા તે હોરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટની શોધ કરી રહ્યા છે. આ મોટા બજેટની ફિલ્મોની તુલના લો બજેટ હોરર ફિલ્મો સાથે કરવામાં આવશે.

આ દરમિયાન ફિટબિટ ડિવાઇસનો ઉપયોગ ફિલ્મ જોનાર વ્યક્તિના હૃદયના ધબકારાને તપાસવા માટે કરવામાં આવશે.

વેબસાઇટ દ્વારા રિલીઝ થયેલી ફિલ્મોના નામ. તે છે ‘એમિટીવિલે હોરર’, ‘એ ક્વાઈટ પ્લેસ’, ‘એક ક્વાઈટ પ્લેસ પાર્ટ 2, ‘કેન્ડીમેન’, ‘ઈન્સિડિય’, ‘ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ’, ‘સિનિસ્ટર’, ‘ગેટ આઉટ’, ‘ધ પર્જ’, ‘પેરાનોર્મલ એક્ટિવિટી’ અને ‘હેલોવીન’ની 2018 રિમેક ફિલ્મોના નામ પસંદ કરવામાં આવ્યા છે. વેબસાઈટે કહ્યું, ‘આ કામ માટે જીતનાર નસીબદાર ઉમેદવારને $ 1300 આપવામાં આવશે. મૂવી મેરેથોન દરમિયાન ફિટબિટ પહેરવા અને મૂવી જોવા માટે ખર્ચવામાં આવેલા નાણાં માટે કંપની તરફથી $ 50 નું ગિફ્ટ કાર્ડ અલગથી આપવામાં આવશે. આ માટે અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી. હવે 1 ઓક્ટોબરે વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *