આ છે દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓ, ત્યાં જઈને તમારું કાળજુ કંપી જશે

WORLD

આ દુનિયા ખુબ જ સુંદર છે. દુનિયામાં કુદરતી સુંદરતા અને મનોરમ્યતા એક અલગ જ પ્રકારની છે. પરંતુ સાથે સાથે એવી પણ કેટલીક વસ્તુઓ અને જગ્યાઓ છે કે જે ગમે તેવા વ્યક્તિને હચમચાવી નાખશે. એવી કેટલીક જગ્યાઓ આવેલી છે કે જેને પૃથ્વી પરની સૌથી ખતરનાક જગ્યાઓ માનવામાં આવે છે.

Villarrica જ્વાળામુખી, ચિલી

આ એક એવો એક્ટિવ જ્વાળા છે કે જે એડવાન્ચરના શોખીન લોકો માટે એક શાનદાર જગ્યા છે. જેમાં હેલિકોપ્ટરમાંથી રાઈડિંગ કરવામાં આવે છે. આ એક રોમાંચક અને ડરામણી વસ્તુ છે. પરંતુ શોખીન વ્યક્તિઓ માટે ખુબ જ મજાનું છે.

Mount Hua, ચીન

આ વિશ્વની સૌથી ખતરનાક ઉંચી જગ્યાઓમાંથી એક છે. જો તમે ઉંચાઈઓથી ડરતા હોવ તો અહીં ન જાવ. અહીં ચાલવું સૌથી ભયાનક અનુભવ હશે.

Teahupo’o, ફ્રેન્ચ પોલીનેશિયા


તેની લહેરોને વિશ્વની સૌથી ખતરનાક લહેરો માનવામાં આવે છે. Teahupo’oના મોજા 21 ફૂટની ઉંચાઈ સુધી ઉછળે છે.

Gates of Hell, તુર્કમેનિસ્તાન


અહીંનો Darvaza gas crater પૃથ્વી પરના સૌથી ખતરનાક સ્થળોમાંનો એક છે. અહીંની સફર તમારા માટે ખરેખર ભયાનક સાબિત થશે.

Snake Island, બ્રાઝિલ


આ પણ પૃથ્વી પર સૌથી ભયાનક જગ્યાઓમાંથી એક છે. અહીં તમને ઝેરી સાપની ગીચ વસ્તી જોવા મળશે. એવું માનવામાં આવે છે કે આ વિશ્વમાં સર્પોની સૌથી મોટી વસ્તી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *