જે લોકોને દૂધ પીવાનું પસંદ છે તેમને અનેક વખત તેના ઉપયોગની યોગ્ય રીત ખ્યાલ હોતી નથી. ગાયના દૂધ માટે આયુર્વેદમાં યોગ્ય સમય જણાવવામાં આવ્યો છે. દૂધમાં સ્લીપ ઈન્ડ્યુસિંગ ગુણ હોય છે અને તે સુપાચ્ય હોતા નથી. તેના કારણે તેને સવારે પીવાની સલાહ આપવામાં આવતી નથી. એક રિસર્ચમાં કહેવાયું છે કે હેલ્થ અને ડાઈજેશન સિસ્ટમ પર નિર્ભર કરે છે કે તમારે દૂધ ક્યારે પીવું જોઈએ.
સવારે દૂધ પીવાના ફાયદા
દૂધમાં અનેક પોષક તત્વો હોય છે જેના કારણે તેને સવારના નાસ્તામાં સામેલ કરાય તો તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળી રહે છે. દૂધમાં હાડકાને મજબૂત કરવાની સાથે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન્સ જેવા અનેક તત્વો હોય છે.
સવારે દૂધ પીવાથી થતા નુકસાન
દૂધ સુપાચ્ય હોતું નથી અને તેને પચવામાં સમય લાગે છે. એવામાં જેનું પાચનતંત્ર નબળું છે તેઓએ સવારે દૂધ પીવાથી દિવસભર પેટ ભારે રહેવાની ફરિયાદ રહે છે.
રાતે દૂધ પીવાના ફાયદા
જો તમે રાતે સૂતા પહેલા દૂધ પીઓ છો તો તમારું પેટ રાતભર ભરેલું રહે છે અને તમને ભૂખ લાગતી નથી, આયુર્વેદ કહે છે કે રાતે ગરમ દૂધ પીવાથી માઈન્ડ રીલેક્સ રહે છે અને શરીરની માંસપેશીઓને આરામ મળે છે.
આ લોકોએ રાતે ન પીવું જોઈએ દૂધ
જેમને લેક્ટોઝ ઈનટોલરન્સ એટલે કે દૂધને પચાવવાની ફરિયાદ રહે છે તેઓએ રાતના સમયે દૂધ ન પીવું. જે લોકોને ડાયાબિટિસ છે તેઓએ પણ ડોક્ટરની સલાહ બાદ જ દૂધનું રાતના સમયે સેવન કરવું.