આ બે લક્ષણો દેખાય તો થઇ જાઓ સાવધાન, હોઈ શકે છે ડાયબીટિઝના લક્ષણો

helth tips

આજના સમયમાં કરોડો લોકો ડાયબીટિઝની બીમારીથી પીડાય છે અને સતત આ સંખ્યા વધતી જ જાય છે. આવનારા વર્ષોમાં સૌથી વધુ ડાયબીટિઝના દર્દીઓ ભારતમાં જોવા મળશે. જણાવી દઈએ કે ડાયબીટિઝમાં બ્લડ શુગર એટલે કે લોહીમાં શર્કરાનું સ્તર અનિયંત્રિત રીતે વધતું કે ઘટતું રહે છે. જયારે લોહીમાં શર્કરાની માત્રા વધી જાય છે ત્યારે વ્યક્તિ સામે જીવલેણ પરિસ્થિતિ ઉભી થાય છે.

જો તમને વધુ પેશાબ આવે છે, વધુ ભૂખ-તરસ લાગે છે, અચાનક વધી જાય છે અને પછી ઘટી જાય છે તો આ ડાયબીટિઝના લક્ષણો હોઈ શકે છે. જો ડાયબીટિઝના ગંભીર લક્ષણો વિશે વાત કરીએ તો એના કારણે આંખોની દ્રષ્ટિ નબળી પડી જાય છે, બ્લડપ્રેશરની સમસ્યા પણ થાય છે. આ સિવાય જયારે ડાયબીટિઝના દર્દીઓને હાર્ટએટેક આવે છે તો એમને સાઈલેંટ ચેટ પેઈન થાય છે, એટલે કે છાતીમાં ખૂબ જ ઓછો દુઃખાવો થાય છે. ડાયબીટિઝના મોટાભાગના દર્દીઓને ખબર પણ નથી પડતી કે એમને હાર્ટએટેક આવી રહ્યો છે, બસ એમને જરા શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એ જ કારણે એમની સમયસર સારવાર નથી થઇ શકતી.

ડાયબીટિઝના દર્દીઓમાં પેરિફેરલ ન્યુરોપેથીની સમસ્યા થઇ શકે છે, આમાં પગ અને હાથની નર્વ્ઝ કામ કરવાની ધીરે-ધીરે બંધ કરી દે છે, એટલે જો ક્યારેય પણ દર્દીઓને કોઈ ઘાવ થાય તો એને ઘણા દિવસો સુધી તો ખબર પણ નથી પડતી કે ઘાવનો અનુભવ પણ નથી થતો.

ડાયબીટિઝના દર્દીઓએ ક્યારેય ન અવગણવા જોઈએ આ લક્ષણો –

પગમાં સોજો – ડાયબીટિઝના દર્દીઓમાં સૌથી વધુ સમસ્યા કિડનીની હોય છે, એવામાં ડાયબીટિઝના દર્દીઓના પગમાં સોજો આવે તો એને અવગણવો જોઈએ નહિ. આ સિવાય ડાયબીટિઝના દર્દીઓમાં હૃદય પણ કામ કરતુ ધીમું પડી જાય છે, એને કારણે પણ પગમાં સોજા આવી જાય છે. આ જ કારણે ડાયબીટિઝના દર્દીઓના લક્ષણો પર વધુ ધ્યાન આપવું જોઈએ.

સ્કિન ઇન્ફેક્શન – ડાયબીટિઝના દર્દીઓને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા પણ વધુ થાય છે. કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. એવામાં જો તમને કોઈ ફન્ગલ ઇન્ફેક્શન થઇ ગયું હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *