આ એક રૂપિયાનો સિક્કો વેચાયો 10 કરોડ રૂપિયામાં

GUJARAT

તમને એવા ઘણા લોકો મળી જશે જે જૂની વસ્તુઓને સાચવી રાખવાના શોખીન હોય. તેમાં પણ ઘણા બધા લોકો જૂના સિક્કા, જૂની નોટ વગેરેને મેળવવા માટે તેની વેલ્યુના કેટલાંય ઘણા વધુ કિંમત ચૂકવવા માટે પણ તૈયાર રહે છે. આવો જ એક કિસ્સો પાછલા દિવસોમાં સામે આવ્યો છે. જેમાં 1 રૂપિયાના સિક્કાની હરાજી 10 કરોડ રૂપિયામાં થઇ છે. જી હા આ એકદમ સાચી વાત છે. આ જ રીતે જૂન 2021માં ન્યૂયોર્કમાં 1933માં બનેલા અમેરિકન સિક્કા અંદાજે 138 કરોડ રૂપિયામાં નીલામ થયા હતા.

આ સિક્કામાં શું છે ખાસ?

આ સિક્કો ખૂબ જ જૂનો છે. તેને 1885માં રજૂ કરાયો હતો. એટલે કે આ ત્યારે રજૂ થયો હતો જ્યારે ભારત પર અંગ્રેજી હકુમત રાજ કરતાં હતા. બસ આ જ આ સિક્કાની ખાસિયત છે. જો કે આમ તો આ કોઇ નવી વાત નથી કે લોકો ઉંચા ભાવે મામલૂ સિક્કા કે નોટ ખરીદે છે પરંતુ આટલી મોટી બોલી ચોક્કસ અચરજ પમાડનાર છે. જૂના સિક્કા કે નોટોને લોકો માત્ર પોતાના શોખ માટે જ ભેગા કરે છે અને ઉંચી કિંમત પણ ચૂકવે છે.

જો તમારી પાસે પણ દાદા-પરદાદાના જમાનાનો કોઇ સિક્કો કે નોટ જેવું કંઇ પડ્યું છે તો તમે પણ નસીબ અજમાવી શકો છો. બની શકે છે કે તમને થોડા પૈસાની કિંમતના સિક્કા અથવા નોટ તમને કરોડો રૂપિયા મળી શકે છે.

કયાં વેચી શકો છો આ સિક્કાને?

આમ તો આ પ્રકારના સિક્કા મોટાભાગે Indiamart.com અને CoinBazar જેવી વેબસાઇટ પર વેચાય છે પરંતુ તમે ઇચ્છો તો ઓએલએક્સ, અમેઝોન, ઇબે જેવી વેબસાઇટસ પર પણ આવા સિક્કા મૂકી શકો છો. જ્યાં તમને વધુ કિંમત મળે ત્યાં જઇ તમે તેને વેચી શકો છો. આ વેબસાઇટ્સ પર તમે તમારું નામ, સરનામું, ઇમેલ, ફોન નંબર વગેરે આપીને દુર્લભ વસ્તુને રજીસ્ટર કરી શકો છો. જો તમારી પાસે કોઇ દુર્લભ સિક્કા કે વસ્તુ હોય તો તેને વેચવામાં તમે ઉતાવળ ના કરો કારણ કે બોલી લાખોથી શરૂ થઇ કરોડો સુધી પહોંચી શકે છે અને તમારું નસીબ પલટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *