આ 5 વાતો પત્ની ક્યારેય પતિને નથી કહેતી, સીક્રેટ છુપાવવા પાછળ પણ છે મોટું કારણ!

GUJARAT

કહેવાય છે કે લગ્નજીવનમાં પતિ-પત્ની પોતાની તમામ વાતો અને પોતાના તમામ સુખદુ:ખ એકબીજા સાથે વહેંચે છે. પણ કદાચ તમને એ વાત નહીં ખબર હોય કે જે સ્ત્રીના પેટમાં ક્યારેય કોઈ વાત ટકતી નથી તે જ સ્ત્રી પોતાના લગ્નજીવન દરમિયાન પતિથી કેટલીક વાતો છૂપાવી રાખે છે અને પતિને કદાચ આખી જિંદગી નીકળી જવા છતાં પત્નીના કેટલાક સિક્રેટ અંગે ખ્યાલ હોતો નથી.

પતિપત્ની વચ્ચે તમામ વાતો વહેંચવાથી પ્રેમ વધે છે અને તેમનું લગ્નજીવન સુખી બને છે. પરંતુ એવા ઘણાં ઓછા પતિ-પત્ની હશે જે પોતાની દરેક વાત એકબીજા સાથે શેર નહીં કરતાં હોય. અને તેમાં પણ ખાસ વાત કરવામાં આવે પત્નીઓની તો તો કહેવાય છે કે તેમના મનની વાત સમજવી મુશ્કેલ છે. તેમના જીવનમાં કેટલીક એવી વાતો હોય છે જે તે ક્યારેય કોઈની સાથે શેર કરવાનું પસંદ કરતી નથી. ત્યાં સુધી કે તે પોતાના પતિને પણ પોતાની કેટલીક વાતો જણાવવાનું પસંદ કરતી નથી. આજે અમે તમારા માટે આવી જ પાંચ વાતો અંગેની જાણકારી લઈને આવ્યા છીએ જે વાતો મોટા ભાગની મહિલા પોતાના પતિથી છૂપાવીને રાખે છે.

1) સિક્રેટ ક્રશ:
ઘણી મહિલાઓના કેસમાં એ વાત સાચી છે કે લગભગ દરેક મહિલાનું એક સિક્રેટ ક્રશ હોય છે. જેને તે કોઈની સાથે શેર કરવાનું પસંદ કરતી નથી. બની શકે કે તે આ રાઝ પોતાની એ મિત્રને જણાવે કે જેના પર તેને સંપૂર્ણ વિશ્વાસ હોય. પરંતુ તે પોતાના પતિને આ વાત ક્યારેય જણાવતી નથી.

2) બીમારી વિશે:
અનેક પત્નીઓ એવી પણ હોય છે જે પોતાની બીમારી વિશે પોતાના પતિને નહીં જણાવતી હોય. આ વાત તે પોતાના પતિથી એટલા માટે છૂપાવે છે કારણ કે તે પોતાના પતિને નાની નાની વાતોમાં પરેશાન કરવા માગતી નથી. સાથે જ સ્ત્રીઓ એવું પણ માને છે કે પતિ પોતાની પત્નીની બીમારીના કારણે તણાવમાં ના રહે.

3) જૂના પ્રેમી વિશે:
દરેક વ્યક્તિનો એક અતિત હોય છે. મોટા ભાગના કિસ્સામાં તે પોતાના અતિતને છૂપાવે છે. અને આ વાત પત્નીઓ પર પણ લાગુ પડે છે. પત્નીનોએ પોતાના પતિને હંમેશા જૂના પ્રેમી વિશે જણાવતી નથી. આ પાછળ પત્નીઓનું એવું માનવું હોય છે કે જો પતિને અતિત વિશે ખ્યાલ આવશે તો બંનેનો સંબંધ તૂટી શકે છે અને લગ્નજીવનમાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

4) પૈસા સંતાડીને રાખવા:
જ્યારે નોટબંધી હતી ત્યારે સૌથી વધુ માલામાલ પત્નીઓ હતી અને આ પત્નીઓનો છૂપો ખજાનો એવો બહાર આવ્યો કે પતિદેવ પણ ચોંકી ગયા હતા. આ ચોથું સિક્રેટ એના અંગેનું જ છે. પત્નીની આદત પોતાના પતિને જણાવ્યા વગર પૈસા સંતાડીને રાખવાની હોય છે. આ આદત પાછળ એક પત્નીની સારી ભાવના જ હોય છે કે મુશ્કેલીના સમયે પોતાની આ બચતને પતિને સોંપી શકે છે અને પતિની ચિંતા દૂર કરી શકે અને એટલે જ પત્નીઓની આ ખાસિયત ઘણી વખત દેવામાં ડૂબી ગયેલા કે મુશ્કેલીમાં મુકાયેલા પતિઓને બહાર કાઢવામાં મદદરૂપ બને છે.

5) ખાસ મિત્રો વિશે:
દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ખાસ મિત્ર જરૂર હોય છે કેટલીક પત્નીઓ ખાસ મિત્ર વિશેની ચર્ચા ક્યારેય પોતાના પતિ સાથે કરતી નથી.

આમ પત્નીના આ એવા પાંચ સિક્રેટ છે જે પતિ જાણવાના પ્રયાસ કરે તો પણ તેને જાણવા નથી મળતા. અને આ તમામ સિક્રેટ પાછળ પત્નીની પોતાના લગ્નજીવનને શાંતિથી ચલાવી રાખવાની જ ભાવના હોય છે જેમાં કોઈ શંકા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *