75 વર્ષ જૂના FBI દસ્તાવેજમાં મોટો ઘટસ્ફોટ, લોર્ડ માઉન્ટબેટન સમલિંગી સંબંધોના શોખીન હતા!

Uncategorized

એફબીઆઇના એક ગુપ્ત દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિન્સ ચાર્લ્સના કાકા અને ભારતના અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન સમલિંગી સંબંધોના શોખીન હતા અને કુમળા કિશોરો સાથે સંબંધો બાંધતા હતા.

એફબીઆઇના આ ૭૫ વર્ષ જૂના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ફર્સ્ટ અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા અને તેમના પત્ની એડવિના ખૂબ નીચું નૈતિક ધોરણ ધરાવતા હતા અને લગ્નેતર સંબંધોમાં વ્યસ્ત રહેતા હતા. એક સૂત્રનું કહેવું છે કે કુમળા કિશોરો પ્રતિના માઉન્ટબેટનના આકર્ષણે તેમને કોઇપણ પ્રકારના લશ્કરી ઓપરેશન માટે અનફિટ કરી દીધા હતા.

એફબીઆઇની આ ફાઇલ ભારતના અંતિમ વાયઇરોયની જુદી જ તસવીર પેશ કરે છે. માઉન્ટબેટનને દક્ષિણ અશિયામાં ખેલાયેલા યુદ્ધોના વોરહીરો માનવામાં આવે છે. આઇઆરબી બોમ્બથી ૧૯૭૯માં તેમની હત્યા થઈ હતી. એફબીઆઇ હંમેશાં હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓની કાળી બાજૂના ચિત્રની ફાઇલ તૈયાર કરવાની પરંપરા ધરાવે છે.

બ્રિટિશ ઇતિહાસકાર આન્દ્રે લોવિન હાલમાં માઉન્ટબેટન અને તેમના પત્ની એડવિનાનું જીવનચરિત્ર લખી રહ્યા છે. તેમણે વિનંતી કરીને આ એફબીઆઇ દસ્તાવેજ મેળવ્યો છે. તેમનું પુસ્તકનું ગુરુવારે પ્રકાશન થવાનું છે.

૧૯૪૪થી એજન્ટે શરૂ કરી કામગીરી

ફેબ્રુઆરી ૧૯૪૪માં માઉન્ટબેટન દક્ષિણ-પૂર્વ એશિયામાં મિત્ર દેશોના સુપ્રીમ કમાન્ડર બની રહેતાં જ એજન્ટે તેમના વિષે માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી હતી અને ત્રણ દાયકા સુધી તે માહિતી એકત્ર કરતો રહ્યો હતો.એજન્ટે એલિઝાબેથ દ લા બેરેસફોર્ડની આ સંદર્ભમાં મુલાકાત પણ લીધી હતી.

દસ્તાવેજ કહે છે કે મુલાકાત આપતાં તે મહિલાએ કહ્યું હતું કે લોર્ડ માઉન્ટબેટન અને તેમના પત્ની વિષે તેમના વર્તુળમાં મનાતું હતું દંપતી ખૂબ જ નીચું નૈતિક ધોરણ ધરાવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *