71 વર્ષના થયા PM મોદી, રાષ્ટ્રપતિ, અમિત શાહ તેમજ દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

nation

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. (Prime Minister Narendra Modi Birthday) PM મોદી 71 વર્ષના થઈ ગયા છે અને આ ખાસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વિવિધ ભાગોમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપ સેવા સે સમર્પણ અભિયાન ચલાવશે, જે 17 સપ્ટેમ્બરથી 20 દિવસ સુધી ચાલશે.

ખાસ વાત એ છે કે વડા પ્રધાન મોદી તેમનો 71 મો જન્મદિવસ સામાન્ય દિવસની જેમ વ્યસ્ત દિનચર્યા સાથે અને કોઈપણ ઉજવણી વગર પસાર કરશે. PM નરેન્દ્ર મોદીનો આ જન્મદિવસ પણ ખાસ છે કારણ કે આ વર્ષે 7 ઓક્ટોબરે PM મોદીની રાજકીય યાત્રાના વીસ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. તેઓ 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારથી તેઓ મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, લોકોને કોવિડ પ્રોટોકોલ હેઠળ કાર્યક્રમ ઉજવવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય, રસીકરણના મોરચે આજે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે આ પ્રસંગે તમામ સરકારો અને કેન્દ્રોએ એક મોટું લક્ષ્ય આગળ રાખ્યું છે. ભાજપ દ્વારા તેમના સ્તરે રસીકરણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે PM મોદીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. રાષ્ટ્રપતિએ લખ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તમે સ્વસ્થ રહો અને દીર્ઘાયુ પ્રાપ્ત કરો અને ‘અહર્નિશ સેવામહે’ની તમારી જાણીતી ભાવના સાથે રાષ્ટ્રની સેવાનું કાર્ય કરતા રહો તેવી મારી શુભેચ્છા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને PM મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહે લખ્યું કે દેશના સૌથી પ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીને જન્મદિવસની શુભેચ્છાઓ. આજના દિવસે સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની ઇશ્વરને પ્રાર્થના કરું છું. મોદીજીએ દેશને સમયથી આગળ વિચારવાનો અને સખત પરિશ્રમની પરાકાષ્ઠા સાથે આગળ વધવાનો વિચાર જ આપ્યો નહીં, પરંતુ તેને વાસ્તવિક બનાવીને કરી બતાવ્યું ખરૂ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘હેપ્પી બર્થ ડે, મોદીજી’.

યુથ કોંગ્રેસ આ દિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે અને અલગ અલગ જગ્યાએ પ્રદર્શન કરશે.

Leave a Reply

Your email address will not be published.