છઠ્ઠા માળની બાલકનીમાં યોગા કરતી છોકરીનો પગ લપસ્યો અને 110 હાડકાનો ભૂકો, ડોકટર્સે કહ્યું કે…

social

યોગાથી શ્રેષ્ઠ બીજી કોઇ એક્સરસાઇઝ નથી. તેના લીધે કરોડો લોકો દરરોજ સવાર-સાંજ પાર્ક કે ખાલી જગ્યા પર યોગા કરે છે. પરંતુ મેક્સિકોની એક છોકરીએ બાલકનીની રેલિંગ પર ચઢીને યોગા પ્રેક્ટિસ કરવાની કોશિષ કરી. તેનું પરિણામ એ આવ્યું કે તે છઠ્ઠા માળથી નીચે પડી. તેને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી જ્યાં તેની 11 કલાક સર્જરી ચાલી. ડૉકટરના મતે હવે તે આવતા ત્રણ વર્ષ સુધી ચાલી શકશે નહીં કારણ કે તેના ઘૂંટણ અને એડી બંનેના હાડકાંઓ ફરીથી જોડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે 23 વર્ષની કૉલેજ સ્ટુડન્ટ અલેક્સ ટરેઝા છઠ્ઠા માળથી પોતાના રૂમની બાલકનીની રેલિંગ પર યોગ કરી રહી હતી. આ દરમ્યાન તેની એક મિત્ર યોગા કરતાં તેના ફોટો ક્લિક કરી રહી હતી, પરંતુ અચાનક જ છોકરીનો પગ લપસી જાય છે અને તે સીધી જમીન પર પડી જાય છે.

રિપોર્ટના મતે આ અકસ્માત બપોરે 1.10 વાગ્યા બન્યો. એલેક્સાને તરત હોસ્પિટલમાં લઇ જવાઇ. તેની 11 કલાક સુધી સર્જરી ચાલી. ડૉકટરના મેત તેના 110 હાડકા તૂટી ગયા અને હવે તે ત્રણ વર્ષ સુધી ચાલી શકશે નહીં. કારણ કે આ બંને પગ, બંને હાથ, માથા અને હિપ્સ તમામ જગ્યાએ ફ્રેકચર્સ આવ્યા છે.

એલેક્સનું ફેમિલી સોશિયલ મીડિયા પર હવે બ્લડ ડોનેશનની અપીલ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ ડોનર્સ પણ મળી ચૂકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *