6 દિવસમાં આ શેરમાંથી જોરદાર રિટર્ન, રોકાણકારો ખૂબ કમાયા

share market

છેલ્લા બે સપ્તાહથી ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. આ વાતાવરણ વચ્ચે પણ કેટલાક સ્મોલ કેપ શેરોએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આવો જ એક શેર ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરી (Bhakti Gems and Jewellery)નો છે. આ ફેશન અને જ્વેલરી કંપનીના શેરે માત્ર 6 ટ્રેડિંગ સેશનમાં 46 ટકા રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 ટ્રેડિંગ સેશનમાં ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરીના શેરના ભાવમાં રૂ.13 સુધીનો વધારો થયો છે. 19 જાન્યુઆરી, 2022ના રોજ BSE ઈન્ડેક્સ પર શેરની કિંમત રૂ.29.05 હતી, જે હવે વધીને રૂ. 42.65 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 46 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. મહત્ત્વની વાત એ છે કે શેરે 5માંથી 3 સેશનમાં 5 ટકાની ઉપલી સર્કિટ ફટકારી છે. આ એવા સમયે થયું છે જ્યારે ભારતીય શેરબજારમાં નરમાઈનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો.

છેલ્લા એક મહિનામાં ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરીના શેરનો ભાવ રૂ.14.71 થી વધીને રૂ.42.65 થયો છે, જે આ સમયગાળા દરમિયાન 190 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એ જ રીતે છેલ્લા 6 મહિનામાં શેર રૂ.17.85 થી વધીને રૂ.42.65 થયો છે, જે આ સમયગાળામાં લગભગ 140 ટકાનો વધારો થયો છે.

આપને જણાવી દઈએ કે ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરીએ ભારતીય એક્સચેન્જોને છેલ્લા એક વર્ષમાં થયેલા હોલસેલ સોદા વિશે જાણકારી આપી છે. આ જથ્થાબંધ વ્યવહારની વિગતો BSE વેબસાઇટ પર ઉપલબ્ધ છે. નવીન ગુપ્તા, યાકુબલી અયુબ મોહમ્મદ, વિજય ચંદુમલ દેવનાની, કુણાલ અશોક કુમાર શાહ, સંજય ડે, સુમિત લાહા વગેરે જેવા નાના રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું છે.

ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરીનો શેર ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 52 સપ્તાહની ટોચે રૂ.91.95 પર પહોંચ્યો હતો. જ્યારે નવેમ્બર 2021માં 52 સપ્તાહની નીચલી સપાટીએ રૂ.10.60 પર પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલથી લઇને પાછલા છ ટ્રેડિંગ સેશનમાં બજાર સતત તૂટી રહ્યું હતું. સેન્સેક્સમાં 4000 અંક સુધીનો કડાકો બોલાઇ ગયો હતો. તેની વચ્ચે આ કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.