51 વર્ષના અભિનેતાને પોતાનાથી 14 વર્ષ નાની અભિનેત્રી સાથે થઇ ગયો પ્રેમ, કહ્યું કે…

BOLLYWOOD

બોલિવૂડના બેડ બોય અને અભિનેતા રાહુલ દેવ આજકાલ પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. તે 2015 થી મોડેલ અને અભિનેત્રી મુગ્ધા ગોડસેને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે. અભિનેત્રી મુગ્ધા ગોડસે કરતા રાહુલ દેવ લગભગ 14 વર્ષ મોટા છે. બોલિવૂડના આ પહેલા યુગલો નથી જેની તેમની ઉંમરમાં આ પ્રકારનો ફરક હોય. બોલિવૂડમાં આવા ઘણા કપલ્સ છે જેમ કે અર્જુન કપૂર-મલાઈકા અરોરા, પ્રિયંકા ચોપડા-નિક જોનાસ, મિલિંદ સોમન-અંકિતા, આમિર ખાન અને કિરણ રાવ વગેરે. તાજેતરમાં જ રાહુલ દેવે તેમની અને મુગ્ધા વચ્ચેની ઉંમરના તફાવત વિશે વાત કરી હતી.

2015થી એક બીજાને ડેટ કરી રહેલા અભિનેતા રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે એક બીજાથી ખૂબ ખુશ છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે બંને વચ્ચેની વયના અંતરે ચર્ચા કરી હતી. રાહુલે જણાવ્યું હતું કે વર્ષ 2013 માં, અમે બંને એક સામાન્ય મિત્રના લગ્નમાં મળ્યા હતા અને ત્યાં અમે મિત્રો બની ગયા હતા. આ પછી અમે બંને એકબીજાને મળવાનું શરૂ કર્યું અને આ મિત્રતા વધતી ગઈ. વધુમાં તેણે કહ્યું કે મારા અને મુગ્ધા બંનેની ઉંમર વચ્ચે લગભગ 14 વર્ષનો તફાવત છે.

અભિનેતાએ કહ્યું કે, જ્યારે મિત્રતા રિલેશનશિપમાં બદલાવવા લાગી ત્યારે શરૂઆતમાં મુશ્કેલી થઇ પણ પછી મને અનુભવ થયો કે મારા માતાપિતા વચ્ચે 10 વર્ષનો તફાવત છે. તેથી જો જોવામાં આવે તો મારી ઉંમર અને મુગ્ધાની ઉંમર વચ્ચે બહુ ફરક નથી. રાહુલદેવે વધુમાં કહ્યું કે હું માનું છું કે જ્યાં સુધી તમે ખુશ છો ત્યાં સુધી ઉંમરના તફાવતને લઇને કોઇ ફરક પડતો નથી.. મુગ્ધા ગોડસે 33 વર્ષની છે. જ્યાકે રાહુલ દેવ 51 વર્ષનો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ દેવની પહેલી પત્નીનું વર્ષ 2009 માં કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. તેને પોતાની પહેલી પત્નીથી એક પુત્ર છે, જેનું નામ સિદ્ધાર્થ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રાહુલ દેવ છેલ્લે વર્ષ 2017 માં ફિલ્મ નિર્દેશક અનીસ બઝમીની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘મુબારકાં’માં જોવા મળ્યો હતો. તે જ સમયે, મુગ્ધા ગોડસે ફિલ્મ ‘શર્મા જી કી લગ ગઇ’માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.