5 દિવસથી જેલમાં બિસ્કિટ ઉપર જીવે છે આર્યન ખાન

BOLLYWOOD

આર્થર રોડ જેલમાં કેદ આર્યન ખાન ચાર દિવસથી ફક્ત કેન્ટીનમાંથી મંગાવેલા પાર્લે-જી બિસ્કિટ ખાઈને જ દિવસો વીતાવી રહ્યો છે. આર્યન ખાનને 8 ઓક્ટોબરે બપોરે આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યો હતો. જેલમાં આવતાં પહેલાં તેણે કેન્ટીનમાંથી 12 બોટલ પાણી અને પાર્લે-જીના પેકેટ ખરીદ્યાં હતાં. તેની પાસે હવે ફક્ત 1 બોટલ પાણી જ બચ્યું છે. પાર્લે બિસ્કિટ સિવાય તે કંઈપણ ખાતો નથી. તેને ખાવાનું આપી અધિકારીઓ દ્વારા સમજાવીને આગ્રહ કરવામાં આવે તો તે ભૂખ નથી કહીને વાત ટાળી દે છે. કેન્ટીનમાંથી આવેલા પાણી સિવાય પાણી પણ વાપરતો નથી. તે ખાતો નથી અને નાહતો નથી તેથી જેલ સત્તાવાળાઓ તેની તબિયત વિશે અને તેના હાઈજિન વિશે ચિંતામાં છે.

સત્તાવાળાઓને આર્યનનાં આરોગ્યની ચિંતા

સૂત્રોની માહિતી પ્રમાણે આર્યન ખાન જેલમાં આવ્યો ત્યારથી તે એકપણ વખત ટોઈલેટ નથી ગયો. તેનું પેટ સાફ ન થવાથી જેલ અધિકારીઓને ચિંતા છે કે તેની તબિયત બગડી ન જાય. આમદ વોર્ડના કોન્સ્ટેબલ બાબા અને જેલ અધિકારીઓ તેને ખાઈ લેવા સમજાવી રહ્યા છે, પરંતુ આર્યન ભૂખ નથી… કહી દે છે. આમદ વોર્ડના કોન્સ્ટેબલે જ તેને પાર્લે-જીના પેકેટ લાવી આપ્યાં હતાં.

કેદી 2500 રૂપિયા લઈને જેલમાં આવી શકે

જેલ મેન્યુઅલ મુજબ દરેક કેદી પોતાની સાથે જેલમાં 2500 રૂપિયા લઈને આવી શકે છે. આ પૈસા જેલના એકાઉન્ટમાં જમા થઈ જાય છે. બદલામાં કેદીને કુપન મળે છે. આ કુપન વડે કેદી જેલની કેન્ટીનમાંથી ખાવાની વસ્તુઓ, સાબુ, તેલ અને ટૂથપેસ્ટ ખરીદી શકે છે.

આ જ સેલમાં સંજય દત્ત પણ હતો

આર્યન અને અરબાઝને એક જ સેલમાં રાખવામાં આવ્યા છે. તેમની સાથે કાચા કામના બે વડીલ કેદીઓ અને એક વિકલાંગ કેદી પણ છે. આર્યન જ્યાં છે તે જ સેલમાં સંજય દત્ત પણ રહ્યો હતો.

ચાર દિવસથી સ્નાન પણ નથી કર્યું

જાણવા મળે છે કે આર્યન ચાર દિવસથી નાહ્યો નથી. જેલ સત્તાવાળાઓને સ્નાનના અભાવે આર્યનના હાઈજિનની પણ ચિંતા છે. અલબત્ત જેલના નિયમ અનુસાર તેણે રોજેરોજ શેવિંગ કરાવવું પડે છે. આર્યનના ઘેરથી બે ચાદર અને થોડાંક કપડાં આવ્યાં છે. જેલ તરફથી તેમને એક બ્લેન્કેટ પાથરવા માટે આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *