32 વર્ષની યુવતીને વોચમેન સાથે બંધાયા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતી શરીર સુખ, પતિને પડી ખબર તો યુવતીએ નફ્ફટાઈથી કહ્યું….

nation

સુરતના એલ.પી.સવાણી રોડ પર રહેતી 32 વર્ષની યુવતીને 12 વર્ષના લગ્નજીવન પછી પણ સંતાન નહોતું થયું. લોકડાઉન દરમિયાન યુતી પતિ સાથે નવા ઘરે રહેવા ગઈ હતી ત્યારે બિલ્ડિંગ10 વર્ષ નાના ના વોચમેન સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.

યુવતી પોતાના ઘરમાં જ વોચમેન સાથે શરીર સુખ માણતી. પતિને આ વાતની જાણ થતાં પત્નિએ નફફટ થઈને પોતે આ સંબંધો રાખશે જ એવું કહી દીધું હતું. પતિ યુવતીને લઈ માતાના ઘરે જતાં પ્રેમી સાસરીમાં આવીને યુવતી સાથે મજા કરતો. યુવતી બેશરમ બનીને પોતાને છોડી દેવા પતિ પર માનસિક ત્રાસ ગુજારતી તેથી પતિએ આપઘાત કરી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં પત્નિના લગ્નેતર શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં પોલીસે પત્નિની ધરપકડ કરી છે જ્યારે તેનો પ્રેમી ફરાર છે.

એલ.પી.સવાણી રોડ કલાપી રેસીડન્સી બી/303 માં રહેતા 33 વર્ષીય વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ 14 ડિસેમ્બરની મોડી રાત્રે પાલ આરટીઓ પાસે નવી બંધાતી કાસા રિવેરા બિલ્ડિંગના 11મા માળેથી કૂદી આપઘાત કર્યો હતો. અડાજણ પોલીસે શુક્રવારે પારસની માતા નીલમબેન ( ઉ.વ.60 )ની ફરિયાદના આધારે પારસની પત્ની હિના અને પાલનપોર સ્થિત સ્તુતિ આઈકોનના વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

આ ફરિયાદ મુજબ, 12 વર્ષ અગાઉ પારેસ હિના સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં પણ બંનેને સંતાન નહોતું. પારસ આઠ માસ અગાઉ લોકડાઉનમાં પત્ની સાથે પાલનપોર ખાતે સ્તુતિ આઈકોનમાં રહેવા ગયો હતો. નિઃસંતાન હિના બિલ્ડિંગના વોચમેનને દિલ દઈ બેઠી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. બંને ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં. આ અંગેની જાણ થતા પારસે બંનેને સમજાવ્યા હતા પણ હિનાએ સંબધ ચાલુ રાખ્યા હતા.

આ સંબંધને લીધે તાણમાં રહેતો પારસ હિનાને લઈ માતાના ઘરે કલાપી એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો પણ પ્રેમી અંકિત ત્યાં પણ હિનાને મળવા આવતો હતો. હીના પ્રેમી સંબંધ તોડવા તૈયાર નહોતી. હિના પારસ સાથે ઝઘડો કરીને કહેતી કે, તું મને છોડી દે તો મારાથી અંકિત સાથે જવાય આ કારણે પારસે નવેમ્બરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હીનાને તેનાથી કોઈ ફરક ના પડતાં છેવટે પારસે 14 ડીસેમ્બરે આપઘાત કરી લીધો હતો. અડાજણ પોલીસે હિના અને અંકિત વિરુદ્ધ ગુનો નોંધી બાદમાં હિના ( ઉ.વ.34 ) ની ધરપકડ કરી હતી. પોલીસ પ્રેમી અંકિતને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ એલ.જી.નકુમ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *