32 વર્ષીય મહિલાને પુરુષ સાથેની દોસ્તી મોંઘી પડી, સ્નાન કરતા ફોટા, વીડિયો ઉતાર્યા અને પછી તો…!!

GUJARAT

ભૂલ ફક્ત એટલી જ હતી કે તેણે પતિની વાતને કાને ન ધરી અને પારકા પુરુષ સાથે દોસ્તી કરી. આ ૩૨ વર્ષીય મહિલાની આ સૌથી મોટી ભૂલ હતી. અનેક વાર સમજાવવા છતાં મહિલાએ સામેવાળા પુરુષ સાથે દોસ્તી રાખી અને એક દિવસ જે થયું એનો કોઈને અંદાજ નહોતો.

ગોવંડી પોલીસના કહેવા પ્રમાણે મહિલાની દોસ્તી ૩૦ વર્ષીય અમજદ ખાન સાથે થઈ. એ પછી હંમેશાં પતિને બહાનાં બનાવી હરવાફરવા અને પિક્ચર જોવા જતી. દોસ્તી વધુ ગાઢ થતી ચાલી તો તેણે અમજદની વાતોમાં આવી શારીરિક સંબંધ બાંધ્યા. આ સિલસિલો કેટલાક મહિના ચાલ્યો.

દરમિયાન તક જોઈ અમજદે મહિલાનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો. એની ગંધ મહિલાનાને ત્યારે આવી ગઈ જ્યારે અમજદે મહિલા પાસે સ્નાન કરતા ફોટા માગવા લાગ્યો. મહિલાએ ફોટા આપવાનો ઇનકાર કર્યો. તો અમજદે એનો વીડિયો અને સ્ક્રીન શોટ મોકલ્યા જે જોઈ મહિલાના હોશ ઊડી ગયા. આખરે તેણે અમજદ સામે ઘૂંટણ ટેકવી દીધા અને તે બોલાવે ત્યાં જવા લાગી.

અમજદની હેવાનિયતે હદ ઓળંગી નાખી અને તેણે મહિલાને પોતાના ૪૩ વર્ષીય મિત્ર નૂર નજીર શેખ સામે ઊભી કરી દીધી. નૂરે પણ મહિલાનું શારીરિક શોષણ કર્યું. બન્નેનો વિશ્વાસ એટલો વધી ગયો કે જ્યારે મન થાય ત્યારે મહિલાને પોતાની મનપસંદ જગ્યાએ બોલાવી તેના પર રેપ કરવા લાગ્યા.

વિરોધ કરવા પર આખી ઘટના બાબતે પતિને જણાવી દેવાની સાથે તેના અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. તલાકના ડરથી મહિલા ચૂપ રહી બન્નેનો અત્યાચાર સહન કરતી રહી. એક દિવસ મહિલાની ધીરજ ખૂટી ગઈ અને તેણે બધી વાતો પતિને જણાવી દીધી.

પત્નીની આપવીતી સાંભળી પતિએ સમજદારી બતાવી અને બન્ને જણ ગોવંડી પોલીસ સ્ટેશન પહોંચી ગયાં. પોલીસે જાળ બિછાવી બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી. બન્નેની સામે સામૂહિક દુષ્કર્મ, વીડિયો વાયરલ કરવાની ધમકી અને બંધક બનાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કરી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પોલીસને ટ્વીટ કરીને જાણકારી આપો

બન્ને આરોપીઓને સ્થાનિક કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડી મળી છે. મુંબઈ પોલીસે અપીલ કરી છે કે આવા લોકોથી ડરવાને બદલે પોલીસની મદદ લો અને તેમની સામે કેસ દાખલ કરાવો. મહિલા ઇચ્છે તો ટ્વીટ કરીને પણ પોલીસને જાણકારી આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *