300 છોકરીઓના માંગા ફગાવીને બેઠો છે આ શખ્સ, જો આવી કન્યા મળે તો જ પરણશે કુંવર

WORLD

ઘણા લોકો મેદસ્વિતાની સમસ્યાથી પરેશાન હોય છે. હાલમાં પાકિસ્તાનનો એક શખ્સ ચર્ચામાં છે. 27 વર્ષની ઉંમરનો આ હલ્ક નામથી ઓળખાતો માણસ અરબાબ ખિજર તેની ઉંચાઈ અને વજનના કારણે દુનિયામાં જાણીતો બન્યો છે. તેને બધા ખાન બાબા તરીકે પણ ઓળખે છે.

તેનો વજન 444 કિલોગ્રામ છે. પરંતુ આ વજન તેના માટે એક પરેશાની બની ગયું છે. તેને હવે 100 કિલોગ્રામની એક દુલ્હન જોઈએ છે, કે જેથી કરીને તેની જોડી દેખાવમાં સરસ લાગે. પરંતુ તેને આવી છોકરી મળતી નથી.

અરબાબનું કહેવું છે કે, એના પિતાની ઈચ્છા છે કે તે લગ્ન કરી લે. તે એના પૌત્ર-પૌત્રીને જોવા માગે છે. પરંતુ મને મારા લાયક છોકરી જ નથી મળતી. હું છેલ્લા 7 વર્ષથી મારા પ્રેમની તલાશ કરી રહ્યો છું. આ સમયમાં મે 200થી 300 છોકરી જોઈ નાખી પરંતુ બધાનો વજન ઓછો જ પડે છે.

અરબાબના પરિવારની શરત છે કે, દુલ્હનની લંબાઈ 6 ફૂટ 4 ઈંચ હોવી જોઈએ. એ સિવાય છોકરીને સારૂ જમવાનું બનાવતા આવડવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અરબાબ રોજ નાસ્તામાં 36 ઈંડા ખાય છે. એ સિવાય રોજ 4 મુરઘા અને 5 લિટર દુધ પીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *