23મેના વક્રી થઇ 141 દિવસ ઉલ્ટી ચાલ ચાલશે શનિદેવ, આ રાશિની વધશે મુશ્કેલી

rashifaD

જ્યારે જ્યારે સૂર્યપુત્ર શનિદેવ પોતાની રાશિ બદલે છે. ત્યારે ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જરૂર પડે છે. શનિદેવ 23મેના મકર રાશિમાં ગોચર કરતા વક્રી થશે. જ્યારે કોઇ ગ્રહ વક્રી થાય છે તો એનો અર્થ છે કે ગ્રહ હવે ઉલ્ટી ચાલ ચાલશે. ત્યારબાદ શનિ એક વખત ફરીથી 11 ઓક્ટોબર 2021ના માર્ગી થઇ જશે. મિથુન રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ રાશિ પર મુશ્કેલીઓ આવતી રહેશે. મોટો આર્થિક ફટકો પડે તેવી શક્યતા છે.

તુલા રાશિ
મિથુન રાશિની જેમ તુલા રાશિના જાતકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. શનિની ઉલ્ટી ચાલથી તુલા રાશિ પર વિપરીત અસર જોવા મળશે. માનસિક તણાવ અને વિવાદ વધશે ખોટા ખર્ચાઓ વધશે.

ધન રાશિ
શનિની સાડાસાતી ધન રાશિ પર ચાલી રહી છે. ધન રાશિમાં શનિની સાડાસાતીનું અંતિમ ચરણ છે. 23મેના શનિ વક્રી થશે અને આ રાશિના જાતકો પર પ્રતિકુળ પ્રભાવ પડશે. શનિદેવ 29 એપ્રિલ 2022ના મકર રાશિથી કુંભ રાશિમાં આવશે ધન રાશિના જાતકો પર શનિની સાડાસાતી પૂર્ણ થઇ જશે. શનિની સાડાસાતીથી થતી મુશ્કેલીઓનો અંત આવશે.

મકર રાશિ
જો કે શનિદેવ ફરી એક વાર 12 જુલાઇ 2021થી 17 જાન્યુઆરી 2023 સુધી વક્રી ચાલ ચાલશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે એક વખત ફરીથી ધન રાશિ પર શનિની સાડસાતી ચડી જશે. જો કે આ વખતે શનિનો પ્રભાવ પહેલા જેવો નહી રહે. 17 જાન્યુઆરી 2023 પછી ધન રાશિના જાતકો શનિની સાડાસાતીથી મુક્તિ મેળવશે.

Leave a Reply

Your email address will not be published.