21 વર્ષની ઉંમરે અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા, કરી લીધી આત્મહત્યા

BOLLYWOOD

છેલ્લા ઘણા દિવસોથી કલાકારોના આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારોને કારણે ચાહકોનું દિલ સતત તૂટી રહ્યું છે અને હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે. 21 વર્ષની બંગાળી અભિનેત્રી બિદિશા દે મંજુમદારનો મૃતદેહ તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો છે.

21 વર્ષની વયે અવસાન થયું

બિદિશા દે મજમુદારનું માત્ર 21 વર્ષની ઉંમરે આ રીતે દુનિયા છોડીને જવું ફેન્સને પસંદ નથી. પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે. તેના આપઘાતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે બિદિશાએ નગર બજારમાં ભાડા પર ફ્લેટ લીધો હતો. અહેવાલો અનુસાર, તેણે તે ફ્લેટ ચાર મહિના પહેલા જ લીધો હતો.

પોલીસ તાળા તોડી અંદર પ્રવેશી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે સાંજે પોલીસને બિદિશા દે મજમુદારના ફ્લેટમાંથી તેની લાશ લટકતી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો, જેને તોડીને પોલીસ ઘરની અંદર પ્રવેશવામાં સફળ રહી અને પછી બિદિશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.

બિદિશા ડિપ્રેશનમાં હતી

બિદિશા દે મજુમદારના મિત્રોનું કહેવું છે કે બિદિશાએ તેના બોયફ્રેન્ડના અનુભવને કારણે આ આત્મહત્યા કરી છે. તે કહે છે કે અભિનેત્રીના બોયફ્રેન્ડની ત્રણ ગર્લફ્રેન્ડ હતી. બિદિશા આ બાબતને લઈને ખૂબ જ હતાશ હતી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ પોતાની સુસાઈડ નોટમાં કેન્સરથી પીડિત હોવાની વાત કરી છે, પરંતુ તેને કેન્સર ન્હોતુ. પરંતુ, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, ત્યારબાદ જ કંઈક મામલો સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published.