2026 સુધી આ રાશિઓના લોકો પર રહેશે શનિનો પ્રકોપ, જાણી લો નામ

rashifaD

શનિદેવને કર્મના ફળદાતા માનવામાં આવ્યા છે.કહેવાય છે કે શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મના અનુસાર ફળ આપે છે. શનિદેવની નારાજગીથી વ્યક્તિ બરબાદ પણ થઈ શકે છે.

જાણો કઈ રાશિઓને નુકસાન સહન કરવું પડી શકે છે

જ્યોતિષના અનુસાર વ્યક્તિની કુંડળીમાં શનિ જો શુભ સ્થાન પર બેઠેલા છે તો તેના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સાથે શનિની કૃપા માનવામાં આવે છે.જો શનિદેવ અશુભ સ્થાને બેઠા હોય તો જીવનને નકારાત્મક બનાવી દે છે. તો જાણો એ રાશિઓ વિશે જેને શનિ સંબંધી મુશ્કેલીઓ આવશે.

વર્ષ 2021

વર્ષ 2021માં 5 રાશિમાં મિથુન, તુલા, મકર, ધનુ અને કુંભ પર શનિની મહાદશા ચાલી રહી છે. મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈય્યા અને મકર, ધનુ અને કુંભ રાશિ પર શનિની સાડા સાતી ચાલે છે. આ કારણે તેમને પ્રકોપથી મુક્તિ મળશે નહીં.

વર્ષ 2022

વર્ષ 2022માં શનિ રાશિ પરિવર્તન કરશે અને સાથે મીન રાશિ પર સાડા સાતીનો પહેલો ચરણ શરૂ થશે. કર્ક અને વૃશ્વિક રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થશે. શનિના પરિવર્તનનો લાભ ધનુ રાશિને થશે અને સાડા સાતીથી મુક્તિ મળશે.

વર્ષ 2023

વર્ષ 2023માં ગયા વર્ષની સ્થિતિ કાયમ રહેશે અને આ વર્ષે શનિનું રાશિ પરિવર્તન નહીં થાય. કર્ક અને વૃશ્વિક રાશિ પર શનિની ઢૈય્યા રહેશે અને મકર, કુંભ અને મીન રાશિને સાડા સાતીની મુશ્કેલી વધશે.

વર્ષ 2024

શનિદેવ અઢી વર્ષે રાશિ બદલે છે. આ માટે આ વર્ષે પણ કોઈ પરિવર્તન થશે નહીં. કર્ક અને વૃશ્વિક રાશિ પર શનિની ઢૈય્યા રહેશે અને મકર, કુંભ અને મીન રાશિને સાડા સાતીની મુશ્કેલી વધશે.

વર્ષ 2025

આ વર્ષે પણ શનિ ફરી અન્ય રાશિમાં ગોચર કરશે. તેનાથી મકર રાશિને ફાયદો થશે અને સાડા સાતીથી મુક્તિ મળશે.શનિના રાશિ બદલવાથી મેષ રાશિ પર સાડા સાતી ચાલુ થશે. કુંભ અને મીન રાશિ પર શનિની સાડા સાતી કાયમ રહેશે. સિંહ અને ધન રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થશે. કર્ક અને વૃશ્વિક રાશિને મુક્તિ મળશે.

વર્ષ 2026

આ સમયે શનિનું રાશિ પરિવર્તન નહીં થાય. મેષ, કુંભ,મીન રાશિ પર શનિની સાડા સાતી ચાલુ રહેશે. તો ધન અને સિંહ રાશિ પર પણ શનિની ઢૈય્યાની અસર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *