ગુજરાતમાં આ મહિનાના બીજા સપ્તાહથી મોટા ભાગની શાળાઓમાં વેકેશન પૂરું થઈ રહ્યું છે. ત્યારે 16 જુનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થવા જઈ રહ્યું છે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે. આ વેકેશનના ચાર માસ સિંહોનો સંવનનકાળ કહેવામાં આવે છે.
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગણાતા ગીર નેશનલ પાર્કમાં 16 જુન થી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફરીમાં સિંહના દર્શન કરી શકશે નહી, હકીકતમાં સિંહોનો મેટિંગ સમય હોવાથી 16 જુનથી 15 ઓક્ટોમ્બર સુધી સિંહોના સંવનનકાળ ચાલતો હોવાથી આ ચાર મહિના સુધી સિંહોનું વેકેશન રહે છે.
આથી આ દરમિયાન પ્રવાસીઓ માટે દેવળિયા પાર્ક ખુલ્લું રહે છે. ચોમાસાની સિઝનમાં સિંહ સહીત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડી જશે.
ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સીઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે.