123 લોકોને જીવતો ખાનારો ભારતનો ‘બ્લેક હોલ‘, ઈતિહાસને ધ્રુજાવતી ખોફનાક ઘટના

WORLD

અંતરિક્ષના બ્લેક હોલ વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે બ્લેક હોલ ઓફ કોલકત્તા વિશે જાણો છો? આ વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. આ ભારતના ઈતિહાસની એવી ઘટના છે કે જે સાંભળીને લોકોના ધબકારા થંભી જાય એવું છે.

કોલકત્તામાં ફોર્ટ વિલિયલ નામનો એક કિલ્લો છે કે જે હુગલી નદીના પુર્વી કિનારે આવેલો છે. બ્રિટિશ લોકોના રાજ દરમિયાન એને બનાવવામાં આવ્યો હતો. એની સામે એક મોટું મેદાન છે કે જે કિલ્લાનો જ એક ભાગ છે. આ મેદાન કોલકત્તાનો સૌથી મોટો શહેરી પાર્ક છે. એ સિવાય આ કિલ્લાની સામે એક ઐતિહાસિક વિક્ટોરિયા મેદાન પણ છે.

હાલમાં ‘ફોર્ટ વિલિયમ’ એ આર્મીના પૂર્વ કમાન્ડનું મુખ્ય મથક છે. આ કિલ્લો બ્રિટિશરોની ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ દ્વારા તેમના કારખાનાઓને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યો હતો, કારણ કે બંગાળના નવાબ સિરાજ-ઉદૌલાહએ 17મી સદીના છેલ્લા દાયકામાં બ્રિટિશરોનો પરસેવો છોડાવી દીધો હતો.

આ કિલ્લામાં 18 ફુટ લાંબો અને 14 ફુટ પહોળાઈ ધરાવતો એક ખાસ ઓરડો પણ બનાવવામાં આવ્યો હતો, જે તૈયાર થવામાં લગભગ 10 વર્ષ લાગ્યા હતા. જેને ‘બ્લેક હોલ’ નામ અપાયું હતું. તેમાં બે ખૂબ નાની સ્કાઈલાઇટ્સ પણ બનાવવામાં આવી હતી અને આ કારણોસર તેનું નામ ‘બ્લેક હોલ’ રાખવામાં આવ્યું છે. જોકે બ્રિટિશરોએ નાનો ગુનેગારોને સજા કરવા માટે આ ઓરડો બનાવ્યો હતો, પરંતુ તેઓને શું ખબર હતી કે આ ઓરડો પછીના સમયમાં તેમની પોતાની જ કબ્રસ્તાન બની જશે.

જ્યારે ‘ફોર્ટ વિલિયમ’ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો ત્યારે અંગ્રેજોએ અહીં તેમની સૈન્ય શક્તિ વધારવાનું શરૂ કર્યું. નવાબ સિરાજ-ઉદૌલાહને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે બ્રિટીશરોને ચેતવણી આપી કે તેઓ તેમની સૈન્ય શક્તિ વધારવાનું બંધ કરે. પરંતુ તેઓએ તેના પર ખાસ ધ્યાન આપ્યું નહીં. તેનાથી ગુસ્સે થઈને 5 જૂન 1756ના રોજ નવાબ સિરાજ-ઉદૌલાહ ‘ફોર્ટ વિલિયમ’ પર હુમલો કરવા મોટી સેના સાથે નીકળી પડ્યો.

19 જૂન 1756માં નવાબે ફોર્ટ પર હુમલો કરી દીધો. ત્યારે અંગ્રેજો પાસે એટલી સેના ન હતી કે તે નવાબનો સામનો કરી શકે. માટે નવાબના આવવાથી અમુક અંગ્રેજ સૈનિક તો ભાગી ગયા હતા. પરંતુ તેમ છતાં 200 જેટલા અંગ્રેજ સૈનિકો લડ્યા. પરંતુ નવાબની સેના પાસે તેનું કંઈ ન આવ્યું. નબાવની સેનાએ ત્યાં તોડફોડ મચાવી દીધી અને 20 જૂને 146 અંગ્રેજ બંદીઓને કે જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ સામેલ હતા. તેને આ જ ફોર્ટ વિલિયમનાં ઓરડામાં બંધ કરી દીધા.

23 જૂને જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો માત્ર 23 લોકો જ બચ્યા હતા. 123 લોકો બંધ ઓરડામાં શ્વાસ ન લઈ શકવાના કારણે મરી ગયા હતા. ત્યારબાદ મરેલા લોકોને એક ખાડો ખોદીને દફનાવી દેવામાં આવ્યા. આજે તે જગ્યા પર બ્લેક હોલ મેમોરિયલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *