12 વર્ષની સગીરાને ફ્રેન્ડશીપ માટે દબાણ કરી અડપલાં કરતા યુવક સામે ફરિયાદ

GUJARAT

અમદાવાદ શહેરમાં મહિલાઓ બાદ હવે સગીર યુવતીઓ પણ સુરક્ષિત રહી નથી. રોજ બરોજ સીગર યુવતીઓ સાથે છેડતી કે રેપની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં રહેતી એક 12 વર્ષીય સગીરાને ફ્રેન્ડશીપ માટે દબાણ કરી અડપલાં કરવાની ઘટના સામે આવી છે. યુવકની છેડતીથી કંટાળીને સગીરાએ આની જાણ માતા-પિતાને કરી હતી. જે બાદ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે દાખલ થઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા નરોડા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 12 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. તે કૃષ્ણનગરના સરદાર ચોકમાં આવેલી સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. સગીરાએ તેના પિતાને ફરિયાદ કરી હતી કે, તેના ફ્લેટમાં રહેતો આરોપી અંકિત તેની પાછળ પાછળ ફરે છે. જ્યારે તે સ્કૂલે જાય તો ત્યાં પણ તેની પાછળ પાછળ આવે છે. તેની સામે ધારી ધારીને જુએ છે અને ફ્રેન્ડશીપ કરવા માટે પ્રયાસ તથા દબાણ કરે છે. સગીરાનું કહેવું છે કે, નવરાત્રીના તહેવાર દરમિયાન પણ તેણે આવા અનેક પ્રયાસો કર્યા હતા.

જ્યારે સગીરા ગરબા રમ્યા બાદ પાણી પીવા જાય તો ત્યાં પણ તેની પાછળ આવી જતો અને શારીરિક અડપલાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાથી સગીરા ડઘાઈ ગઈ હતી. વાતની જાણ તેની માતાને પણ થઈ હતી. જે બાદ તેઓ બીજા દિવસે રાતે ફ્લેટમાં નવરાત્રીની આરતી કર્યા પછી અંકિતને સમજાવવા માટે ગયા હતા. તેમણે અંકિતને કહ્યું હતું કે, તેની દીકરીને હેરાન કરતો નહીં.

માતાની વાત સાંભળીને અંકિત ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેમને અપશબ્દો કહ્યા હતા. સાથે જ ફરિયાદ કરવા જશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન થયેલા વિવાદમાં ફ્લેટનો એક વ્યક્તિ વચ્ચે પડ્યો હતો. ત્યારે અંકિતે તેની સાથે પણ બોલાચાલી કરીને માર માર્યો હતો. આખરે સગીરાના પરિવારે હિંમત દાખવી અને પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતુ. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

 

સાબરમતીમાં પણ સગીરા સાથે અડપલાં
સાબરમતી વિસ્તારમાં એક મંદિરમાં નોમની ઉજવણી થઈ હતી. આ દરમિયાન એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ત્યારે એક 35 વર્ષીય શખ્સે 12 વર્ષીય સગીરાને ખોળામાં બેસાડી જમાડી હતી. જમાડવાના બહાને તેણે આ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ વાતથી હેતપ્રત થઈ ગયેલી સગીરાએ તેની માતાને આખી ઘટનાની જાણ કરી હતી. જે બાદ સગીરાની માતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *