11 વર્ષની ઉંમરે ખરીદ્યો પહેલો શેર આજે 6 લાખ કરોડના માલિક, આ છે દુનિયાના સૌથી સફળ રોકાણકાર

WORLD

બર્કશાયર હૈથવેના CEO અને દુનિયાના સૌથી સફળ રોકાણકાર વોરેન બફેટનો આજે 90મો જન્મદિવસ છે. વોરેન બફેટનો જન્મ નેબ્રાસ્કામાં થયો હચો. તેઓએ 11 વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદ્યો હતો અને આજે તેમની સંપત્તિ 6 લાખ કરોડ રૂપિયા છે. તેઓએ રોકાણ કેવી રીતે કરવુ તે માટે કેટલીક ખાસ ટિપ્સ આપી છે.

વોરન બફેટ શેરબજારના મોટા ખેલાડી છે. તેમના ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ ફોલો કરીને તમે પણ અમીર બની શકો છો. બફેટ હંમેશા કહે છે કે લાંબા સમય અને સારા ડિવિડન્ડના રેકોર્ડના શેરમાં રોકાણ કરવું. સાથે શેરમાં મોટા રોકાણની જગ્યાએ નિયમિત અને નાના રોકાણકારો માટે સારું હોય છે. નાના રોકાણથી જોખમ ઓછું રહે છે. નિયમિત રોકાણના કારણે ઘટાડાથી સમય કીમતોમાં ઘટાડો અને નુકસાન સીમિત રહે છે.

બફેટનું સોનેરી સુત્ર હતુ કે અન્ય રોકાણકારોને જોઈને બજારમાં રૂપિયા ન લગાવવા. તેમના આધારે રોકાણ ત્યારે જ કરવું જ્યારે તેમના વિશે તમને સમજ હોય. તેઓએ કહ્યું કે અફવા પર ધ્યાન ન આપવું. શેર બજારમાં અફવાઓ અનેક હોય છે. તેમના આધારે એ સારું છે કે સારી કંપનીના શેર ફેયર પ્રાઈસ પર છે તો રોકાણ કરાય, ન તો ફેયર કંપનીના શેર વઘારે ભાવ પર ખરીદો.

વોરન બફેટના સોનેરી સુત્રમાં લાંબા સમયના અને સારા ડિવિડન્ડના રેકોર્ડ વાળા શેરમાં રોકાણની સલાહ અપાઈ રહી છે. શેરોમાં મોટા રોકાણને બદલે નિયમિત અને નાના રોકાણની સલાહ છે. નાના રોકાણના કારણે જોખમ ઓછું રહે છે. નિયમિત રોકાણના કારણે ઘટાડાના સમય કિંમતમાં સરેરાશ ઓછુ નુકસાન થાય છે.

રોકાણકારોને વધારે રિટર્નની લાલચ ન રાખવાનું સૂચન પણ કરાયું છે. તેઓએ કહ્યું કે જો 15-20 ટકા રિટર્ન આવી રહ્યું છે તો રોકાણ કરો. પોતાનામાં વિશ્વાસ રાખો અને તમે એક સફળ રોકાણકાર બની શકો છો. વોરન બફેટ અનુસાર પોતાના પોર્ટફોલિયોને હંમેશા ડાઈવર્સિફાઈ કરો. અલગ અલગ સારી કંપનીમાં રૂપિયા લગાવો તેનાથી જોખમ ઓછું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *