11મેના રોજ આવશે ભૌમવતી અમાસ, આ ખાસ મુહૂર્તમાં કરીલો આ ઉપાય મળશે સમૃદ્ધિ

DHARMIK

ચૈત્ર મહિનો સમાપ્ત થતાની સાથેજ વૈશાખ મહિનો બેસી જશે. આ વખતે ચૈત્રી અમાસ 11 મેના મંગળવારે આવી રહી છે. મંગળવારે આવતી અમાસને ભૌમ અમાસ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભૌમ અમાસને ધર્મ-કર્મ, સ્નાન દાન અને પિતૃઓની સદગતી અપાવનારી ખાસ તિથિ માનવામાં આવે છે. ભૌમવતી અમાસે ગમે તેવા દેવાથી મુક્તિ મેળવવા માટે કેટલાક વિશેષ ઉપાય દર્શાવવામાં આવ્યા છે.

ભૌમવતી અમાસનું મુહૂર્ત અને તિથિ
10મેના રાત્રે 09 કલાક 55 મિનિટથી પ્રારંભ થશે 12મેના 12 કલાક 29 મિનિટે સમાપ્ત થઇ જશે. ધર્મ ગ્રંથો અનુસાર મંગળવારે આવનારી અમાસને ભૌમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ખેડુતો ખેતીમાં કામ આવનારા પોતાના યંત્રો જેમ કે, હળ વગેરેનું પૂજન કરે છે.

આ માટે તેને હળહારિણી અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે અમાસ મંગળવારે હોવાને કારણે ભૌમવતી અમાસનો યોગ બની રહ્યો છે.આ દિવસે જે જાતકની જન્મકુંડળીમાં પિતૃદોષ, કાલસર્પ દોષ, નાગ દોષ જેવા દોષને નિવારવા માટે ઉપાય કરી શકાય છે.

અમાસના દિવસે પિંડદાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભૌમવતી અમાસ, પિતૃ તર્પણ કરવામાં આવે છે. આ દિવસે ગાય કુતરાને રોટલી ખવડાવવાથી ભિખારીઓને ભોજન કરાવવાથી પિતૃદોષ શાંત થાય છે. શિવજીને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ. સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે શનિની સાડાસાતી દુર કરવા શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *