ગાયની આ પૂજાથી દૂર થશે, ગ્રહો અને વાસ્તુથી જોડાયેલા દોષ

GUJARAT

સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ વધારે ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગૌમાતાના શરીર પર 33 કોટિ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગૌમાતાની સેવા અને પૂજા કરનારા જાતક પર આ દરેક દેવી-દેવતાઓની કૃપા રહે છે. ગૌસેવાથી ન માત્ર આ જન્મના પરંતુ પૂર્વ જન્મના દોષ પણ દૂર થઇ જાય છે. જ્યોતિષ વિદ્યામાં ગાયથી જોડાયેલા કેટલાક ઉપાય જણાવીશું. જેને કરવાથી તમામ તકલીફોને ગૌમાતા દૂર કરે છે.

– પ્રત્યેક સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનવું પ્રારંભ હોય તો સૌથી પહેલા બનાવવામાં આવેલી રોટલીને તમે ગૌમાતાના નામથી નીકાળી શકો છો અને ભોજન કરતા પહેલા ગૌમાતાને ખવડાવો. જો સંભવ હોય તો કાળી ગાયને ખવડાવો. કાળી ગાય ન મળે તો સફેદ ગાયને ખવડાવી શકો છો.

– કોઇપણ પૂજામાં ગૌથી પ્રાપ્ત પંચગવ્ય યુક્ત પદાર્થોનો ઉપયોગ અવશ્ય કરો કારણકે પંચગવ્ય વગર કોઇપણ પૂજા-પાઠ અને હવન સફળ થતા નથી.

– ગૌ કૃપા મેળવવા માટે દિનપ્રતિદિન, અઠવાડિયા અથવા મહીનામાં પરિવાર સહિત એક વખત ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને લીલા ચણા ખવડાવો.

– ગૌસેવા અને ગાય પૂજાછી નવ ગ્રહ શાંત થઇ જાય છે અને તેનાથી જોડાયેલા દોષનું નિદાન થઇ જાય છે.

– ગરમીમાં ગૌ માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગૌ માતાને ગોળ ખવડાવો. ધ્યાન રહે કે ગરમીમાં ગાયને ગોળ ન ખવડાવો.

– અનેક દેવી-દેવતાઓને તેમના શરીર પર ધારણ કરનારા ગૌમાતાથી જોડાયેલા ઘણા શુભ અને અશુભ સંકેત પણ હોય છે. ગાયનું દૂધ દોહતા સમય જો ગાય ઠોકર મારે છે અને દૂધ ધોળાઇ જાય તો અપશુકન થાય છે.

– જો કોઇ યાત્રા પર નીકળી રહ્યા છો અને ગાય તેના વાછરડાના દૂધ પીવડાવતા સામે આવી જાય તો નિશ્ચિત રીતથી યાત્રા સફળ અને કામ સંપૂર્ણ હોય છે. યાત્રા પર જતા સમયે અને ગાયનો અવાજ અને રાતના સમયે ગાયનો હુંકાર કરવો પણ શુભ હોય છે.

Leave a Reply

Your email address will not be published.